પાણી વગરના સાગરની પરવા ન કર,
લડ્યા વગર જીવતાજીવ તું મર્યા ન કર.
ઓછું પડે, ધર નો ભેદી ડંખી જશે,
દુધ પાઈને સાપો તું સંધર્યા ન કર.
હાર્યા પછી વાસ્તવિકતા સ્વીકાર તું,
કાયમ હવે સામા પ્રવાહે તરવા ન કર.
તારા નસીબે હશે જો, તો આપી જ દે,
એના બધા દ્વારે તું કરગરવા ન કર.
જીતી જશું, હીંમત રાખ, વ્હાલા પ્રશાંત,
આવે ભલે મુસીબત લાખો, ડર્યા ન કર.
....પ્રશાંત સોમાણી
No comments:
Post a Comment